છું કોણ જાણતો નથી, પહોંચવું ક્યાં નક્કી નથી, કરવું શું મને સમજ નથી
છું માડી હું તારો, છે તું મારી, જીવનમાં બીજી સમજની જરૂર નથી
વિવિધ રૂપો તારાં, બતાવ્યું મને એમાં એક રૂપ તો તારું
લેજે ના કસોટી એમાં મારી, વિવિધરૂપે આવી આંખો સામે મારી
વિવિધ રૂપમાં વસે છે જ્યાં તું ને તું, વિવિધ રૂપોમાં જોવી તને છે સમજદારી
રહીશ બદલતી રૂપો વારે ઘડીએ, બદલાવતી ના મારી એમાં સમજદારી
બદલતી રહે ભલે રૂપો તું, બદલાવતી ના નજરની સમજદારી
જલતી રહે હદયમાં સદા, પૂર્ણ પ્રેમને, પૂર્ણ જ્ઞાનની જયોત તારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)