કરશો ના સરખામણી તમારા દિલની સાથે તો એની
ના દિલ એનું તો દિલ છે, એનું દિલ તો દિલનો મહાસાગર છે
છે સદાયે એના દિલમાં પ્રેમ, સદા પ્રેમનો સાગર છલકાય છે
છે ભરેલા એના દિલમાં ભાવો એવા, ના બીજે એ દેખાય છે
એની આંખો બની ગઈ છે દિલનો અરીસો, મુજ તણો વ્યક્ત થાય છે
ના પહોંચે જે ભાવો મુજ હૈયામાં, એની નજર એ પહોંચાડી દે છે
એના દિલના ભાવો સ્પર્શે જ્યાં દિલને, સુખનો સાગર ઊભરાય છે
એના દિલની નિર્મળતા મુજદિલને નિર્મળતામાં નવરાવે છે
મળે ના નજર, બનાવે બેચેન મળતાં નજર શાંતિ સાગર છલકાવે છે
અદ્ભુત એવા એના દિલની સાથે કરશો ના સરખામણી તમારા દિલની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)