શું કરે છે માનવી જીવનમાં એ સમજતો, સમજે છે એ કરતો નથી
આ તો નવાઈની વાત છે આ તો નવાઈની વાત છે (2)
ધાર્યું પોતાનું થાતું નથી, અણધાર્યું બધું તો થાય છે –
અજાણ્યા મળ્યા જીવનમાં, સ્નેહના તાંતણા બંધાય છે –
પૂર્ણતાને પાળવા જીવનમાં, અપૂર્ણતાની રાહે એ ચાલે –
સવાર ઉગે ને આથમે, અધૂરાં કાર્યો તો અધૂરાં રાખે –
હામ નથી હૈયામાં, સર કરવાં છે કઠણ શિખરો જીવનમાં –
દુઃખદર્દમાં ડૂબાડે જીવનને, સુખની ધૂણી ધખાવે –
નયનોમાં વાસના નર્તન કરે, ખુદને એમાં મુક્ત સમજે
દંભ આડંબરને અપનાવે એવું ના એને ત્યજે છે–
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)