કરી લાખ કોશિશો જગમાં ના મરણ જીતાયું છે
મળ્યું કોશિશોનું ફળ એક, એમાં મરણ સુધાર્યુ છે
જન્મ્યું, પામવાનું મરણ ના એમાં બદલાવાનું છે
જે થવાનું છે એ થવાનું છે, ના દુઃખ એનું લગાડવાનું છે
ફિટયા ના કર્મો જીવનમાં જ્યાં, આવાગમન થવાનું છે
લાગી લાલસા જીવનમાં જેની, ચિત્ત એમાં જવાનું છે
બદલાતા આ વિશ્વમાં ના કાયમ કાંઈ રહેવાનું છે
મળ્યું તનડું જાશે તનડું, ના કાયમ એ રહેવાનું છે
સુખ દુઃખની ગતિ નથી જુદી, એ બદલાવાનું છે
લઈ આવ્યા જીવનમાં જે, તાંતણા સાથે એ જવાનું છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)