કર્મે ઘડયું ભાગ્ય મારું, ભાગ્ય સામે કર્મોથી લડું છું
નથી પાસે તો કાંઈ મારું, કર્મોમાંથી બળ મેળવું છું
બાંધી છે ગાંઠ જે કર્મોની, કર્મોથી ગાંઠ એની છોડું છું
બન્યો જ્યાં દાસ કર્મોનો, કર્મોથી કર્મેશ્વર બનું છું
છે સત્ય ત્યાગી શકું ના કર્મોથી, કર્મોને પાછળ ભગાડું છું
છું ઉદાર જીવનમાં એટલો, કર્મોને મુજમાં વસવા દઉં છું
છું ઉદ્યમી એટલો, કર્મોને પ્રભુને પહોંચવાની સીડી બનાવી દઉં છું
અતીતને ઓટલે હોય બેઠો પ્રભુ કર્મોને ઓટલો બનાવું છું
અહંને લઈ કર્મોને, એના સંગમાં કર્મોને તપાવું છું
નાચ્યો ખૂબ કર્મોથી જીવનમાં, કર્મોને તો હવે નચાવું છું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)