પ્રીતની રે ગાંઠ જીવનમાં, ના બાંધી બંધાય ના તોડી તોડાય
નાખજે પ્રેમનાં મોતી રે એમાં, કાચા તાંતણે એ પરોવાય
ગાંઠ પ્રીતની તો ઘસાતી જાય, કાંટા સ્વાર્થના એમાં ભોંકાય
પ્રીત પ્રીતથી જોડાય, પ્રીત જમાનાથી સમજીના સમજાય
પ્રીતને લોભ લાલચથી બાંધીના બંધાય, એ તો તુટી રે જાય
નિઃસ્વાર્થ પ્રેમને, શુદ્વ ભાવથી જ પ્રીત તો અમર રે થાય
પ્રીત વસે જયાં હૈયે ત્યાં, જીવનમાં દિવ્યતાના નાદ સંભળાય
હદયના તાર બાંધ્યાના બંધાય, એ તો બંધાઈ રે જાય
પ્રીતની રીતથી, જીવનના પરમ ધ્યેય ને સમજાય ને પમાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)