જમાનો કહે છે જગમાં તો સહુને, ચાલજો મારી સાથે સહુ તમે
રહેવું છે જ્યાં મારી સાથે, રહેજો મારી સાથે તમેને તમે
રહેજો તૈયાર શીખવા, શીખવું જીવનમાં તો જે જે તમને
છે અનુભવની ખાણો પાસે મારી, તૈયાર રહેજો ખોદવા એને તમે
છું બધા ભાવોનો જાણકાર હું, જાણી લેજો બધું મારી પાસે તમે
ધર્મ અધર્મના ભેદ છે યોગ્ય, તફાવત જીવનમાં સમજી લેજો તમે
જીવન છે હાથમાં તમારા, છું સાથમાં તમારી પમાય તે પામી લેજો તમે
નીકળી જઈશ આગળ, રહી જાશો પાછળ, પકડતા થાકી જાશો તમે
દુઃખનો ચાહક નથી હું, રહો છો શાને દુઃખીને દુઃખી તો તમે
કરીશું યુતિ જગમાં જો આપણે, કાઢી નાખશો અશક્યને તમે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)