મેળવાય ત્યાંથી મેળવી લેજે, ઝીલાય ત્યાંથી ઝીલી લેજે
જીવનમાં તો અંતરના આશિષ સહુના
દઈ ના શકે જીવનમાં તને, તો જે ભાગ્ય તારું
દઈ જાશે તને, અંતરના આશિષ તો એના
રાહ ના જોશો મેળવવા, અંતરના આશિષો તો સંતના
જપ તપ ના દઈ જાશે, તને તો જે જીવનમાં
દઈ જાશે આશિષો અંતરના, તને તો ત્યારે સંતના
આશિષો વિના બનશે સુકું, ભીંજવી જાશે આશિષો હૈયાનાં
શીખી લેજે કરામત જીવનમાં, અંતરના આશિષો મેળવવા
નીકળ્યો છે આશિષ મેળવવા પ્રભુનું, તો જ્યારે જીવનમાં
કરી દેજે શરૂઆત, મેળવવા આશિષો અંતરના સહુના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)