અંતરે તો દિલને સમજાવ્યું (2) સમજી લેજે રે તું
તું એકલું નથી, એકલું નથી તારી સાથે તો તારો પ્રભુ છે
માયાની વાતમાં ના આવજે રે, તું અંધારા વિના ના પામીશ બીજું
કર્મોની બેડી પહેરી આવ્યો તું, પ્રભુ વિના તોડશે કોણ બીજું
ખોટા વિચારોમાં ના ફસાજે તું, દૃષ્ટિમાં રાખજે પ્રભુને તું
રાખીશ ના જો પ્રભુને સાથમાં, આવશે હાથમાં તો અંધારું
પ્રભુ વિના તો જગમાં, આગળ પાછળ છે બીજું શું
ગાતો રહીશ જો ગાણું પ્રભુનું, મટી જાશે તારું દુઃખનું ગાણું
જલાવજે દીપક શ્રદ્ધાનો તું, હરી લેશે એ તો શંકાનું અંધારું
લેતો જાશે જ્યાં નામ એનું તું, અનુભવીશ નજદીકતા એની તું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)