મન ચાહે ચાલવા વિશુદ્ધતાની રાહેને રાહે, મોઢું ધોતો જ્યારે ને જ્યારે
મોઢું ધોવા બેસતો ના જીવનમાં તું ત્યારે ને ત્યારે, ત્યારે ને ત્યારે
અનેક તાણો રહેશે જીવનમાં તાણતી એને તો જ્યારે જ્યારે
કરતો ના આળ પંપાળ એટલી એની, તણાવું ના પડે એમાં તારે ને તારે
ગુજારતો ના ત્રાસ એટલો એના પર, બની જાય અક્કડ એમાં ત્યારે ને ત્યારે
રહેજે સાથમાં રહેજે સાથમાં, બનશે સાથીદાર તો એ ત્યારે ને ત્યારે
લક્ષ્યમાં રાખજે લેશે ઉપાડી એતો જીવનમાં ક્યારે ને ક્યારે
રાખીશ ભાવ ભર્યા હૈયામાં, રહેશે નરમ એમાં એ ત્યારે ને ત્યારે
તારા વિના નથી અસ્તિત્વ એનું, રહી ના શકીશ એના વિના જ્યારે ને જ્યારે
લેતો રહ્યો જનમ તું, રહ્યું એ સાથેને સાથે દોડે છે પાછળ શાને ને શાને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)