જમાનાએ જમાનાએ બદલાશે તાસીર એની, જે છે આજે રહેશે ના કાલે
પરિવર્તન છે ધરમ પ્રગતિનો, ચાલશે જે આજે ચાલશે ના એ તો કાલે
સંપત્તિનો ગુણ છે ચલિત જગમાં હશે જે આજે રહેશે ના કાલે
ભાવે બદલે અસ્થિરતા જીવનમાં, જે જાગે આજે, રહેશે ના એ કાલે
વિચારો બદલાશે સદા, છે તાસીર એની, જે જાગ્યા આજે રહેશે ના એ કાલે
મન ઝંખે સદા નવું ને નવું, દોડે પાછળ જેની આજે, દોડશે બીજે એ કાલે
સમજ અસમજમાં છે અંતર થોડું, આજની સમજ નથી, આવશે સમજમાં કાલે
વિતી તારી ગઈકાલ જીવવાનું છે આજમાં, પડશે જોવી રાહ, બનશે એ તો કાલે
બન્યું અધીરૂં મન, બનશે અધીરી દુનિયા, સુધારશે આજને સુધારશે કાલને
ડુબાડશે જો આજને તો ચિંતામાં, ડુબાડશે આજને, ચિંતા કરાવશે કાલે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)