તૂટયા જ્યાં શ્વાસો જ્યાં, પાછા ના એ જો સંધાયા
સગપણ રહેશે ત્યાં અધૂરાં સગપણ પૂરાં ત્યાં થાય
લેણદેણ સગપણમાં તો જ્યાં બાકી રહી જાય
સગપણના નવા તાંતણાં બંધાયા, નવો દેહ ત્યારે લેવાય
ઇચ્છાઓના હિસાબ જીવનમાં તો જ્યાં પુરા ના થાય
કરવા ઇચ્છાઓ પૂરી, નવા દેહની આવશ્યક્તા સરજાય
ઇચ્છાઓમાંથી જાગે ઇચ્છા આવે ના અંત એમાં જરાય
જન્મોજન્મ લેતા રહ્યા આવે ના અંત અનો જરાય
તૂટયા જ્યાં શ્વાસના તાંતણાં ખૂટી ના ઇચ્છાઓની ધાર
ધરી દ્યો ઇચ્છાઓનું ભાવતું ભોજન, છે પ્રભુ લેવા એ તૈયાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)