એ ગુણોના ગુણોના રે ભંડાર લઈ ચોરી ગુણો થોડા, થાશે ના ઓછો તારો ભંડાર
કાં દેજે મુજમાં એ તો ભરી, કાં પડશે લેવા એ તો ચોરી
પ્રેમ છે ગુણ એવો તારો, છે ગુણોમાં તો એ સરતાજ
ક્ષમાથી શોભે ગુણો તારા, લઈશ ભરી પ્રેમથી એને હૈયામાં
ધૈર્ય છે ગુણ મોટો તારો, એના વિના નબળા બીજા પડી જાય
સત્ય છે દૃષ્ટિ તારી, એના વિના હકિકત ના સમજાય
તેજ છે મહાગુણ તારો, એમાં કાંઈ છૂપ્યું ના છુપાય
પ્રશાંતપણું છે ગુણ તારો, હલચલ ના એમાં મચાવી શકાય
સ્થિરતા છે ગુણ એવો તારો, ના કાંઈ વિચલિત એને કરાય
પડી કૃપાદૃષ્ટિ તારી જ્યાં એના પર, ગુણ મહાન બની જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)