વળગેલાં ક્યાં સુધી રહેશો, વળગેલાં ક્યાં સુધી રહેશો
આધાર એ તૂટતા જીવનમાં, આધાર વિનાના તો બનશો
પ્રભુપ્રેમ છે આધાર સહુનો, એના આધાર વિના ના રહેજો
આધાર વિના ચડે ના વેલ, પ્રભુની વેલ બનીને રહેજો
ખોટી વાતો ને ખોટા વિચારોને, ક્યાં સુધી વળગેલા રહેશો
કર્મો વળગેલા છે જીવનમાં, ક્યાં સુધી એને વળગેલા રહેશો
દુઃખ છે અવરોધક જીવનમાં, ક્યાં સુધી વળગેલા એને રહેશો
પ્રેમ છે અમૃત જીવનનું, વળગેલા ને વળગેલા એને રહેજો
અસત્ય નથી રાહ જીવનની સાચી, ક્યાં સુધી વળગેલા રહેશો
શંકા ડુબાડે જીવનની નાવ, ક્યાં સુધી એને વળગેલા રહેશો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)