આટઆટલી અરજી કરી `મા', તોય દયા તને આવી નહીં
આટલી નિષ્ઠુર બનશે તું `મા', એવું કદી મેં માન્યું નહીં
જાણે-અજાણ્યે ભૂલો થઈ હશે, યાદ એની રહી નથી
હું તો એ બધું ભૂલી ગયો, યાદ એની તું વીસરી નથી
કર્મો હું તો કરતો રહ્યો, પણ મારાપણું વિસર્યો નહીં
શિક્ષા મળશે આટલી, એ કદી હું સમજ્યો નહીં
પુણ્યની મૂડી વપરાતી રહી, પુણ્ય ભેગું થયું નહીં
વિચલિત સદા હું તો રહ્યો, સ્થિર કદી થયો નહીં
માયા હૈયે વળગી રહી, માયામાંથી કદી છૂટ્યો નહીં
શ્વાસ ખાધો ન ખાધો, તોય નામ તારું હૈયે ચડ્યું નહીં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)