Hymn No. 4695 | Date: 09-May-1993
|
|
Text Size |
 |
 |
તારા ક્રોધને કાબૂમાં તું રાખ, નહીંતર જીવનમાં એને તું ખંખેરી નાંખ લેવા ના દેતો એને તારા પર તો કાબૂ, સદા જીવનમાં આ તો તું ધ્યાન રાખ પડી ધીરે ધીરે આદત એની રે જીવનમાં, આદત હવે એ તો તું બદલી નાંખ કર તું નિર્ણય, કર તું સંકલ્પ, મૂક એને આચરણમાં, ધ્યાનમાં આ તું રાખ એક દુર્ગુણ સર્જે અનેક જીવનમાં ભૂલ, ના આ તું, સદા જીવનમાં એને ખંખેરી નાંખ પડશે તો મહેનત શરૂઆતમાં ઝાઝી, સદા ધ્યાનમાંને ધ્યાનમાં આ તું રાખ નથી કોઈ ફાયદા, કરી વારેઘડીએ ક્રોધ જીવનમાં, જીવનમાંથી ક્રોધને તું કાઢી નાંખ રહીશ જો તું ક્રોધમાં ને ક્રોધમાં, રહી જઈશ જીવનમાં તું એકલો, ધ્યાનમાં એ તું રાખ કરી ક્રોધ, કરી એને રે જીવનમાં, આદત એ ફેરવી નાંખ, હવે એને તું ખંખેરી નાંખ તારા વિના ના રોકી શકશે એને કોણ જીવનમાં, આ ધ્યાનમાં તો તું રાખ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|