Hymn No. 463 | Date: 13-Jun-1986
|
|
Text Size |
 |
 |
પોકાર કરતો રહ્યો હરઘડી પોકાર હૈયે તેં ના ધરી એકવાર તો બતાવ માડી, ભૂલ મારી ક્યાં થઈ ગઈ માયામાંથી નજર કરી ઘણી, માયા મુજને જકડી રહી એકવાર તો બતાવ માડી જરી, ભૂલ મારી ક્યાં થઈ ગઈ જગમાં આવ્યો જ્યારથી, દુઃખમાંથી ફુરસદ મળી નહીં એકવાર તો બતાવ માડી જરી, ભૂલ મારી ક્યાં થઈ ગઈ નિરાશા જ્યારે ભેટી પડી, ક્રોધ જાગ્યો હૈયે હરઘડી એકવાર તો બતાવ માડી જરી, ભૂલ મારી ક્યાં થઈ ગઈ પૂજન, પાઠ કર્યા વળી, તોયે હૈયે શાંતિ આવી નહીં એકવાર તો બતાવ માડી જરી, ભૂલ મારી ક્યાં થઈ ગઈ અજ્ઞાત હૈયે વળગી જઈ, તારી સમજણ મળી નહીં એકવાર તો બતાવ માડી જરી, ભૂલ મારી ક્યાં થઈ ગઈ કાર્ય સદા કરતો રહી, અભિમાનની માત્રા વધતી રહી એકવાર તો બતાવ માડી જરી, ભૂલ મારી ક્યાં થઈ ગઈ હૈયે આશા અધૂરી રહી, એ સદા મુજને સતાવી રહી એકવાર તો બતાવ માડી જરી, ભૂલ મારી ક્યાં થઈ ગઈ ગરીબ અપંગોની ઉપેક્ષા કરી, જોયુ મેં તિરસ્કાર ભરી એક વાર તું બતાવ માડી જરી, ભૂલ મારી ક્યાં થઈ ગઈ મોટાને નમ્યો જરૂરત પડી, અપમાન કરતા અચકાયો નહીં એકવાર તો બતાવ માડી જરી, ભૂલ મારી ક્યાં થઈ ગઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|