જન્મી-જન્મી જગમાં આવ્યો, આશ સદા જાગતી રહી
મુસીબતો સદા ઘેરી રહી (2)
કાં વિધાતાની વક્રદૃષ્ટિ પડી, કાં વિધાતા મુજથી રૂઠી ગઈ
કર્મો સદા કરતો રહ્યો, કર્મની બેડી મજબૂત બની
પકડ એની ઢીલી ના થઈ (2)
કાં વિધાતાની વક્રદૃષ્ટિ પડી, કાં વિધાતા મુજથી રૂઠી ગઈ
સીધું જીવન જીવી રહી, સ્મરણ તારું નિત્ય કરી
કઠણાઈઓ તો વળગી રહી (2)
કાં વિધાતાની વક્રદૃષ્ટિ પડી, કાં વિધાતા મુજથી રૂઠી ગઈ
માયા હૈયે વળગી રહી, નાચ એ બહુ નચાવી રહી
સાચું-ખોટું કરાવતી ગઈ (2)
કાં વિધાતાની વક્રદૃષ્ટિ પડી, કાં વિધાતા મુજથી રૂઠી ગઈ
પાસા સદા નાખતો રહ્યો, સફળતા તો ના મળી
નિરાશામાં ડૂબી જઈ (2)
કાં વિધાતાની વક્રદૃષ્ટિ પડી, કાં વિધાતા મુજથી રૂઠી ગઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)