મૂઢમતિ આ બાળ તારો `મા', જગમાં ગોથાં ખાય
અજ્ઞાની આ બાળ કાંઈ ના સમજે, મતિ એની મૂંઝાય
અથડાઈ-કુટાઈ ફર્યો જગમાં, અહીં-તહીં ભટકાઈ
સાચું જ્ઞાન તો ના મળ્યું, સાચું નવ સમજાય
ભટક્યો ખૂબ, ભાન ન આવ્યું, હિંમત ભાંગી જાય
કૃપા તારી જો નવ થાયે, સાચું નવ સમજાય
બીજું જાણવા ફુરસદ મળી, પોતાને જાણવા આળસ થાય
ભટકી-ભટકી થાક્યો હું તો, તારું દ્વાર તો ના દેખાય
પગલાં પડે જો મારાં તારા પુનિત દ્વારે, તો સાચું દેખાય
કૃપા એમાં જો તારી થાયે, ભવનાં બંધન તૂટી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)