Hymn No. 468 | Date: 14-Jun-1986
|
|
Text Size |
 |
 |
પ્રભુ આપે કે ન આપે, તોયે તૂટે ના જેનો વિશ્વાસ એવા ભક્તનો આ સંસારમાં, પ્રભુ થાયે સદાયે દાસ શ્વાસે શ્વાસે નામ રટે, ને શ્વાસ નામ વિના ખાલી ના જાય એવા ભક્તનો આ સંસારમાં પ્રભુ થાયે સદાયે દાસ આપવા પ્રભુ આવે પાસે, તોયે જાવું પડે ખાલી હાથ એવા ભક્તનો આ સંસારમાં, પ્રભુ થાયે સદાયે દાસ વર્તે જગમાં એ તો એવી રીતે, ભૂલથી પ્રભુને ના પડે ત્રાસ એવા ભક્તનો આ સંસારમાં, પ્રભુ થાયે સદાયે દાસ સેવા કરતો જ્યાં અન્યની, પ્રભુ એને એમાં દેખાય એવા ભક્તનો આ સંસારમાં, પ્રભુ થાયે સદાયે દાસ કામ ક્રોધ ત્યજી દીધાં છે, કામ ક્રોધની કીધી છે રાખ એવા ભક્તનો આ સંસારમાં, પ્રભુ થાયે સદાયે દાસ લેવું નથી જ્યાં અન્યની પાસે, દેવા એ સદાયે તૈયાર એવા ભક્તનો આ સંસારમાં, પ્રભુ થાયે સદાયે દાસ દુઃખ પોતાનું ભૂલી જઈ જે અન્યના દુઃખે દુઃખી થાય એવા ભક્તનો આ સંસારમાં, પ્રભુ થાયે સદાયે દાસ મીઠાસ વાણી ને હૈયામાં એવી, સાકર પાછી પડી જાય એવા ભક્તનો આ સંસારમાં, પ્રભુ થાયે સદાયે દાસ મુક્તિની જેને ઝંખના નથી ત્યાં મુક્તિ મુક્ત બની જાય એવા ભક્તનો આ સંસારમાં, પ્રભુ થાયે સદાયે દાસ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|