Hymn No. 469 | Date: 20-Jun-1986
|
|
Text Size |
 |
 |
સ્વાર્થથી ટકી રહે સગાઈ, સ્વાર્થ ટકરાતા સૌ ભૂલે ભલાઈ આ દુનિયામાં સ્વાર્થ વિના, કોઈને કોઈની પડી નથી મધથી મીઠા સ્મિતથી સત્કારી, હૈયે રાખે વિષ ભરી ભારી આ દુનિયામાં સ્વાર્થ વિના, કોઈને કોઈની પડી નથી શ્વાસે શ્વાસે સ્વાર્થ રહે વણાઈ, શ્વાસે શ્વાસે સ્વાર્થ ટકરાય આ દુનિયામાં સ્વાર્થ વિના, કોઈને કોઈની પડી નથી સાચા જૂઠાં સહુ કરતા, સહુ સ્વાર્થથી પ્રેરાઈ આ દુનિયામાં સ્વાર્થ વિના, કોઈને કોઈની પડી નથી સ્વાર્થથી અપમાન થાતા, સ્વાર્થથી કામ પણ થાય આ દુનિયામાં સ્વાર્થ વિના, કોઈને કોઈની પડી નથી સ્વાર્થથી સંબંધ બગડતા, ને સ્વાર્થથી રહે સચવાઈ આ દુનિયામાં સ્વાર્થ વિના, કોઈને કોઈની પડી નથી સ્વાર્થભરી આ દુનિયામાં નિઃસ્વાર્થી પર આવે તવાઈ આ દુનિયામાં સ્વાર્થ વિના, કોઈને કોઈની પડી નથી સેવા અને દાન કંઈક કરતા, રહી સૌ સ્વાર્થથી પ્રેરાઈ આ દુનિયામાં સ્વાર્થ વિના, કોઈને કોઈની પડી નથી મા ની પાસે સ્વાર્થથી જાતાં, સ્વાર્થ ના સધાતાં પડે જુદાઈ આ દુનિયામાં સ્વાર્થ વિના, કોઈને કોઈની પડી નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|