ઘોર ઘોર છે, ઘોર ખોદે છે, ઘોર ખોદે છે, સહુ પોતે પોતાની ઘોર ખોદે છે
જીવનમાં તો સહુ, પોતાના હાથે, પોતે તો પોતાની તો ઘોર ખોદે છે
દોડી લોભ લાલચમાં તો બધે, છોડે ના એને, જીવનમાં પોતાની શાંતિની ઘોર ખોદે છે
રહે ક્રોધ કરતા ને કરતા રે જીવનમાં, જીવનમાં ના ક્રોધ છોડ, જીવનમાં મીઠાશ તો ઘોર ખોદે છે
જગાવી ઇચ્છાઓને ઇચ્છાઓ જીવનમાં, જીવનમાં પોતાના હાથે મુક્તિની તો ઘોર ખોદે છે
જગાવી શંકાઓને શંકાઓ હૈયાંમાં રે જીવનમાં, જીવનમાં શ્રદ્ધાની તો ઘોર ખોદે છે
ડરને ડરના કાલ્પનિક ઘોડાઓ પર કરી સવારી, જીવનમાં પોતાની હિંમતની ઘોર ખોદે છે
વિકારોને ઇચ્છાઓના બંધનોમાં બંધાઈ, મુક્તિની પોતાના હાથે તો ઘોર ખોદે છે
લોભલાલચને જ્યાં ત્યાં ઊછાળીને જીવનમાં, જીવનમાં સંબંધોની તો ઘોર ખોદે છે
ગમાઅણગમાના નાક લાવીને વચ્ચે, પોતાની પ્રગતિની તો ઘોર ખોદે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)