સરાણે જો લોખંડ ચડશે, ધાર તો નીકળતી જાશે
ધાર પર પાણી ચઢતાં, ધાર એની મજબૂત થાશે
પાણી ચઢેલા લોખંડનું પાણી ઉતારી નાખવું પડશે
ઉતારેલા પાણી પર ધાર ફરી ચડાવી શકાશે
મનમાં ભરેલા ખોટા વિચારોને તું ખાલી કરી નાખજે
ખાલી થયા પછી સાચા વિચારો ભરવા તૈયારી રાખજે
હીરો પડ્યો હશે જો ધૂળમાં, કિંમત એની નવ થાશે
પડશે જ્યારે એ ઝવેરીને હાથ, સાચી કિંમત એની થાશે
આત્માને પરમાત્માની સાચી ભૂખ જો જાગશે
પરમાત્મામાં મળી જાતાં, આવાગમન તો હટી જાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)