જગની કમાણી, જગમાં સમાણી, અનંતયાત્રાની કમાણી શું તેં બાંધી
સાથે લઈ જગમાં ન આવ્યો, તોય તારી સગવડ બધી સચવાણી
જગનું ભેગું કરેલું સાથે લઈ જવાની, તારી કોશિશ અધૂરી રહેવાની
ભૂલ ન કરતો કોશિશમાં તારી, સાચે સાથે તારે લઈ જવાની
તક ના ચૂકતો મળે જે-જે જીવનમાં, જોજે સુધરવાની
ભેગું તું કરતો રહેજે, કામ લાગે તને અનંતયાત્રાની
મળ્યું તને જીવનમાં જે-જે, જેવી કરી હતી પૂર્વે તેં તૈયારી
સમજીને તૈયારી કરજે, સાથે તારે છે જે-જે લઈ જવાની
કોઈનું દીધેલું કામ નહીં આવે, રાખજે તારી પોતાની જ તૈયારી
ખોટા બોજ વધારી ના નાખજે, હિંમત રાખજે એને ઉપાડવાની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)