Hymn No. 479 | Date: 11-Jul-1986
|
|
Text Size |
 |
 |
કરતી `મા', જ્યાં તું મારા, ધાર્યાં અણધાર્યાં કામ, શાને મારે બીજે જાવું માડી, જ્યાં તું મારી હાજરાહજૂર છે સર્વ નામોમાં પણ જ્યાં છે જ તારો વાસ, શાને મારે બીજે જાવું માડી, જ્યાં તું મારી હાજરાહજૂર છે મૂંઝાતો હૈયે જ્યારે માડી, ઉગારતી તું ત્યાં ને ત્યાં, શાને મારે બીજે જાવું માડી, જ્યાં તું મારી હાજરાહજૂર છે નથી તારી પાસે માડી, કોઈ રાય કે રંકનો ભેદભાવ, શાને મારે બીજે જાવું માડી, જ્યાં તું મારી હાજરાહજૂર છે દુઃખોમાં આવી પડતાં માડી, પુકારે, તું કરતી સહાય, શાને મારે બીજે જાવું માડી, જ્યાં તું મારી હાજરાહજૂર છે નથી જોયાં તે મારા અપરાધ, કરતી તું સદાયે માફ, શાને મારે બીજે જાવું માડી, જ્યાં તું મારી હાજરાહજૂર છે મનમાં હજી જાગે ના જાગે વિચાર, ત્યાં તો તું કરતી યાદ, શાને મારે બીજે જાવું માડી, જ્યાં તું મારી હાજરાહજૂર છે પડયા જ્યારે જ્યારે મારે કામ, ન જોયા તેં દિન કે રાત, શાને મારે બીજે જાવું માડી, જ્યાં તું મારી હાજરાહજૂર છે ના કરું તને યાદ, તોયે તેં લીધી મારી સંભાળ, શાને મારે બીજે જાવું માડી, જ્યાં તું મારી હાજરાહજૂર છે મને હસતો રાખવા કરતી `મા' તું સદા પ્રયાસ, શાને મારે બીજે જાવું માડી, જ્યાં તું મારી હાજરાહજૂર છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|