Hymn No. 4697 | Date: 10-May-1993
|
|
Text Size |
 |
 |
દઈ શ્વાસ જગમાં તેં તો મને, ઉપકાર કર્યો તેં તો, લઈ શ્વાસ જીવનમાં, ઉપકાર કાંઈ હું નથી કરતો
Dai Swash Jagama Te To Mane, Upakar Karyo Te To, Lai Swash Jeevanama, Upakar Kai Hu Nathi Karato
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
દઈ શ્વાસ જગમાં તેં તો મને, ઉપકાર કર્યો તેં તો, લઈ શ્વાસ જીવનમાં, ઉપકાર કાંઈ હું નથી કરતો દઈ ખોરાક જીવનમાં મને રે પ્રભુ, ઉપકાર કર્યો તેં તો, લઈ ખોરાક જીવનમાં, ઉપકાર ... દઈ નીંદર આરામ જીવનમાં, ઉપકાર કર્યો તેં તો પ્રભુ, લઈ નીંદર જીવનમાં, ઉપકાર ... દઈ બુદ્ધિ જીવનમાં મને, ઉપકાર કર્યો તેં તો પ્રભુ, વાપરી બુદ્ધિ જીવનમાં, ઉપકાર ... દઈ વૈભવ જીવનમાં રે મને, ઉપકાર કર્યો તેં તો પ્રભુ, ધરાવી પ્રસાદ તને, ઉપકાર ... દઈ જીવનમાં સાથ મને રે પ્રભુ, ઉપકાર કર્યો તેં તો પ્રભુ, દઈ સાથ તને, ઉપકાર ... દઈ સમજશક્તિ મને, કર્યો ઉપકાર તેં તો પ્રભુ, વાપરી જીવનમાં એને, ઉપકાર કદ... દઈ દૃષ્ટિ જીવનમાં મને, કર્યો ઉપકાર તેં તો પ્રભુ, દૃષ્ટિમાં રાખી તને રે પ્રભુ, ઉપકાર ... દઈ જીવન જગમાં મને રે પ્રભુ, ઉપકાર કર્યો તેં તો પ્રભુ, જીવીને જીવન જગમાં, ઉપકાર ... દઈ જ્ઞાન જીવનમાં તો મને, કર્યો ઉપકાર તેં તો પ્રભુ, જ્ઞાનથી સમજી તને, ઉપકાર ઉપકાર ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|