Hymn No. 487 | Date: 28-Jul-1986
|
|
Text Size |
 |
 |
શૂન્યમાંથી સૃષ્ટિ સરજી, શૂન્યમાં વિરમી રહે મનનો તું નિત્ય લય કરીને શૂન્યમાં તું પ્રવેશજે આશા, નિરાશાના દ્વંદ્વો તારા, `મા' ના ચરણે ધરી દે મનનો તું નિત્ય લય કરીને, શૂન્યમાં તું પ્રવેશજે અહંકારને પ્રથમ મારીને, પ્રેમનું પાન સદા પીજે મનનો તું નિત્ય લય કરીને, શૂન્યમાં તું પ્રવેશજે શરીરના સંબંધો તારા, અનિત્ય સદા તું જાણજે મનનો તું નિત્ય લય કરીને, શૂન્યમાં તું પ્રવેશજે ક્રોધ કરશે તું ક્યાંથી, જ્યાં મનનો તારો લય થાશે મનનો તું નિત્ય લય કરીને, શૂન્યમાં તું પ્રવેશજે શ્વાસ તારા સાથ દેશે, શ્વાસ તારું કહ્યું કરતા રહે મનનો તારો નિત્ય લય કરીને, શૂન્યમાં, તું પ્રવેશજે નજર તારી જ્યાં જ્યાં ફરે, નિત્ય તુજને તું નિરખશે મનનો તારો લય કરીને, શૂન્યમાં, તું પ્રવેશજે તું ને તારું, જ્યાં મટી જશે, અન્ય ત્યાં કંઈ નહિ રહે મનનો તારો નિત્ય લય કરીને શૂન્યમાં તું પ્રવેશજે આનંદ સર્વત્ર રહી, હૈયું તુજ આનંદમાં ડૂબી જશે મનનો તારો નિત્ય લય કરીને શૂન્યમાં તું પ્રવેશજે કહેશે ત્યાં તું કોને, જ્યાં અન્ય તુજને નહીં જડે મનનો તારો નિત્ય લય કરીને શૂન્યમાં તું પ્રવેશજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|