એક એક ગુણમાં તો વસ્યો છે એક ગુણ, નમ્રતામાં તો નવ ગુણ સમાય
પડયું હોય અંતર અંતરમાં તો જ્યાં, નમ્રતામાં અંતર એ તો સંધાતું જાય
અભિમાનના ઊંચા આસને બેઠેલાના, આસનો પણ એ તો હલાવી જાય
રૂઠયાં હોય તો જેના જીવનમાં તો જ્યાં, નમ્રતા એને તો મનાવી જાય
કઠોરતાના કિનારે પહોંચેલાને પણ, નમ્રતા ત્યાંથી પાછા વાળી જાય
માઠા દિવસો આવે જ્યારે જીવનમાં, નમ્રતા એમાંથી તો માર્ગ કાઢી જાય
દુશ્મનાવટની ધારને રે જીવનમાં, નમ્રતા તો એને બુઠ્ઠીને બુઠ્ઠી કરતી જાય
સ્થિર બન્યા જ્યાં નમ્રતામાં રે જીવનમાં, કામ જીવનમાં તો સરળ થાતાં જાય
નમ્રતાથી તો જીવનમાં સહુને સાથેને સાથે, અને સાથે તો રાખી શકાય
ક્રોધના અગ્નિની જ્વાળાને રે જીવનમાં, નમ્રતા તો શાંત કરતી ને કરતી જાય
સર્વગુણોમાં તો છે એ ગુણોની કલગી, સર્વગુણોને એ તો શોભાવી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)