Hymn No. 4709 | Date: 17-May-1993
|
|
Text Size |
 |
 |
જીવનભરની મહેનત પર, પાણી ફરતા ના જોઈ શકું, ના એ સહન કરી શકું વિધાતા તારી ભીંસ તો સહન ના કરી શકું, ના તને ભી તો કાંઈ કહી શકું છે મારા કૃત્યોના ફળ એ તો જ્યાં, ના દોષ એમાં તો, કોઈને તો દઈ શકું છે જે મારા હાથમાં, જો ના એ હું કરી શકું, ના કોઈને કાંઈ એમાં હું કહી શકું રસ્તા મારા ના ચૂકી શકું, યત્નો અધૂરા ના રાખી શકું, પૂરું કર્યા વિના ના રહી શકું સંસારમાં રસ ના લઈ શકું, સંસારને ના છોડી શકું, જીવનમાં ત્યારે હું શું કરી શકું કોઈના વિના એકલો જીવનમાં ના રહી શકું, જીવનમાં સાથે ના કોઈને લઈ જઈ શકું જીવનમાં આગળ જોઈએ એટલો ના વધી શકું, હટવું નથી પાછળ, પાછળ ના હું હટી શકું ખોલવા ચાહું દિલ મારું, પૂરું ના હું એને ખોલી શકું, કરવું શું જીવનમાં, ના એ હું સમજી શકું હાલત છે આવી મારી, જો ના એ હું સુધારી શકું, ચિત્ત પ્રભુમાં ના ત્યાં હું જોડી શકું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|