નાંખતો જા, તું નાંખતો જા જીવનમાં, જીવનના પાસા તો તું નાંખતો જા
પડશે નાખવા જીવનમાં તો ત્યાં સુધી, પડશે નહીં પાસા જ્યાં સુધી પોબાર
એકવાર નહીં પડશે નાંખવા અનેકવાર, છે જીવન તો એક જુગાર
નાંખતો ના બાજી ખોટી જીવનની તું દાવમાં, પડશે ના પાસા પોબાર હરેકવાર
અધવચ્ચે છોડી દઈશ બાજી નાંખવી, પહોંચાડશે ક્યાંથી તો મુક્તિને દ્વાર
નાંખવો પડશે અંતિમ પાસો જીવનનો તારે એવો, ખૂલી જાય તારા મુક્તિના દ્વાર
કરીશ મોહમાયા પાછળ દોડાદોડી, ઝાઝા પાસા નાંખવામાં લાગશે વાર
ચાલી છે જનમ જનમની રમત તારી, હજી પડયા નથી પાસા તારા તો પોબાર
જોઈશે ધીરજ ને યત્નો એમાં તો તારા, પડશે જોવી રાહ, પડે પાસા ક્યારે પોબાર
પડતા રહ્યાં છે પાસા અવળા જીવનભર, કરતો ને રાખતો રહેજે લક્ષ્યમાં આ વિચાર
હારી ના જાતો હિંમત તું, છોડતો ના યત્નો તું તારા, પડશે પાસા તારા પોબાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)