સમય બાંધતોને બાંધતો રહ્યો છે સહુને તો જગમાં, સમય તોયે સહુથી ચૂકી જવાય
કરે છે સહુ કોશિશો સમયને બાંધવા રે જગમાં, સમય તોયે સહુથી ચૂકી જવાય
સારો માઠો સમય આવે રે સહુના રે જીવનમાં, સમય તોયે સહુથી ચૂકી જવાય
જાગૃત રહેવા છતાં રે જીવન, સમય હાથમાંથી સરકી જાય, સમય તોયે સહુથી ચૂકી જવાય
દુઃ દૈવ ગણો, ભાગ્ય ગણો, સમય સહુને રમાડી જાય છે, સમય તોયે સહુથી ચૂકી જવાય
સમય પર સવારી કરી, પ્રભુ જગમાં ધાર્યું તો કરી જાય, સમય તોયે સહુથી ચૂકી જવાય
સમય સહુને જીવનમાં અક્કડ કે નરમ કરી જાય, સમય તોયે સહુથી ચૂકી જવાય
સમય સમય પર બધું થાતું જાય, સમય કોઈ માટે ના અટકી જાય, સમય તોયે સહુથી ચૂકી જવાય
ચૂકયા ના સમય સાગર, ચંદ્ર કે તારા રે, જગ કાર્ય એનું કરતા જાય, સમય તોયે સહુથી ચૂકી જવાય
સમય ના પાસમાંથી છૂટવા ના કોઈ જગમાં, સમય બંધાતો જાય, સમય તોયે સહુથી ચૂકી જવાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)