મળ્યા છે પ્રભુ પાસે પહોંચવા, મળ્યા છે શ્રદ્ધા ને ભાવના પગ તને જીવનમાં, મજબૂત એને તું કરતો જા
એના વિના પહોંચાશે ના પ્રભુ પાસે,
જીવનમાં એને ને એને મજબૂત તું કરતો જા
કરશે શંકા છેડછાડ એવી, શંકા રહિત તું બનતો જા,
જીવનમાં શ્રદ્ધાને મજબૂત તું કરતો જા
કરવા પડશે સહન, ભાવે તો ઘા ઘણા જીવનમાં,
જીવનમાં ભાવોને મજબૂત તું કરતો જા
મોહમાયા કરશે કોશિશ, હાલકડોલક કરવા જીવનમાં,
શ્રદ્ધા ભાવને મજબૂત તું કરતો જા
દુર્ભાવોમાં તું સરક્તો ના કદી જીવનમાં,
જીવનમાં સદ્ભાવોને મજબૂત તું કરતો જા
શ્રદ્ધા વિના વળશે ના જીવનમાં કાંઈ તો તારું,
જીવનમાં શ્રદ્ધા ને મજબૂત તું કરતો જા
પળે પળે પડશે જરૂર શ્રદ્ધા ને સદભાવની જીવનમાં,
જીવનમાં બંનેને મજબૂત તું કરતો જા
વ્યવહારમાં શું કે અધ્યાત્મામાં શું શ્રદ્ધાનું બળ તું પૂરતો જા,
જીવનમાં શ્રદ્ધાને મજબૂત તું કરતો જા
શ્રદ્ધા બળહીન નહીં બનાવે, ધ્યાનમાં આ તું રાખતો જા,
જીવનમાં શ્રદ્ધાને મજબૂત તું કરતો જા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)