કર્યો છે મુક્તિનો દાવો તો જ્યાં તેં પ્રભુના દરબારમાં
મુદત તું શાનેને શાને, માંગતોને માંગતો રહ્યો છે
લઈ લઈ મુદત કર્યું શું રે જીવનમાં, આ મુદત પાછી લેવાની તારી વારી
લઈ મુદત કરવાનું છે જે તારે જીવનમાં, બીજું ને બીજું તું તો કરતો રહ્યો છે
તારા કાર્યોના આધાર, તારે ને તારે દેવા પડશે એના રે દરબારમાં
શાને તું ખોટાને ખોટા આધાર, તું ગોતતોને ભેગો કરતો રહ્યો છે
કરી ખોટી ચીજો ભેગી રે જીવનમાં, તારે ને તારે ભાર વહન એનો કરવો પડયો છે
માગી મુદત છોડવાનું હતું જે જે જીવનમાં, ના છોડી, અટવાતોને અટવાતો એમાં રહ્યો છે
કરતોને કરતો રહ્યો ભૂલો તું જીવનમાં, અન્યને બકરો બનાવવાની કોશિશ શાને કરી રહ્યો છે
જીવનભર સહુને તું ઉલ્લુ બનાવતો રહ્યો, પ્રભુને ઉલ્લુ બનાવવા શાને તું નીકળ્યો છે
ભૂલ્યોને ભૂલ્યો બધું તું જીવનમાં, ભૂલ્યો ના જીવનમાં તું તારી જાતને
પ્રભુ જાશે તારું તો બધું ભૂલી એવી આશા, શાને તું રાખી રહ્યો છે
છે એ તો દયાળુ, મુદતોને મુદતો તને તો એ આપતો રહ્યો છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)