પૂરું સમજ્યા વિના રે, પૂરું જાણ્યા વિના રે, લેજે ના નિર્ણય તું રે જીવનમાં
અણી ના સમય વિના, લેજે ના નિર્ણય કદી, જીવનમાં રે તું ઉતાવળા
સાચું કે ખોટું, સમજાયું ના જેમાં, કરજે ના ઉતાવળ ત્યારે, નિર્ણય એમાં તો લેવા
તણાશે તું જ્યાં ખોટા લાગણી કે ભાવમાં, પડશે નિર્ણયો ખોટા ત્યારે જીવનમાં
શક્તિ વિનાના હશે જે નિર્ણયો, આવશે જીવનમાં તો, ના કોઈ એ કામમાં
અમલ વિનાના લેવાયા જે નિર્ણયો, આવશે ના જીવનમાં એ કોઈ કામમાં
હિંમત વિનાના નિર્ણયો હશે અધકચરા, જીવનમાં વળશે શું એવા નિર્ણયોમાં
નિર્ણય નિર્ણયો રહે બદલાતા, મૂકશે જીવનમાં એવા નિર્ણયો તો મૂંઝવણમાં
થાયે ખોટી ઢીલ જ્યાં નિર્ણય લેવામાં, નાખી જાય ત્યાં તો એ નુકશાનમાં
કરીશ ઢીલ જો તું મુક્તિના નિર્ણયમાં, પડશે જનમ મરણના ફેરામાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)