Hymn No. 4730 | Date: 25-May-1993
|
|
Text Size |
 |
 |
1993-05-25
1993-05-25
1993-05-25
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=230
છુપાયુ છે ઘણું ઘણું જીવનમાં, જીવનમાં કાંઈને કાંઈ હું તો ગોતું છું
છુપાયુ છે ઘણું ઘણું જીવનમાં, જીવનમાં કાંઈને કાંઈ હું તો ગોતું છું ગોતું છું, હું તો ગોતું છું, ગોતું છું, જીવનમાં આ તો હું ગોતું છું ચિંતાઓને ચિંતાઓની, પળ બે પળની વચ્ચે, આરામ હું તો ગોતું છું મારી આશાઓની શબયાત્રામાંથી, મારી આશાઓના પ્રાણ હું તો ગોતું છું જીવનના ભગ્ન અવશેષોમાંથી, મારા અહં ને અભિમાનના તાંતણા હું તો ગોતું છું જીવનના કોલાહલમાં ખોવાયેલ,મારી હૈયાંની શાંતિને હું તો ગોતું છું મારા હૈયાંના તૂટેલા કાચોમાં, મારા હૈયાંના પ્રેમનું પ્રતિબિંબ હું તો ગોતું છું હરેકના બાળપણમાં રે જીવનમાં રે, ખોવાયેલું મારું બાળપણ હું તો ગોતું છું કરી નિર્મળ હૈયું તો મારું, હૈયાંમાં તો મારા પ્રભુનું પ્રતિબિંબ હું તો ગોતું છું તૂટેલી આશાઓમાં થીજેલાં હૈયાંમાં મારા, કોઈ આશાની હૂંફનું કિરણ હું તો ગોતું છું માનવ માનવની વિલસિત મૂર્તિમાં રે પ્રભુ, મુખડું તારું હું તો ગોતું છું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
chhupayu che ghanu ghanum jivanamam, jivanamam kamine kai hu to gotum chu
gotum chhum, hu to gotum chhum, gotum chhum, jivanamam a to hu gotum chu
chintaone chintaoni, pal be palani vachche, arama hu to gotumhaum chu
marihum marihum, mariana hu to gotum chu
jivanana bhagna avasheshomanthi, maara aham ne abhimanana tantana hu to gotum chu
jivanana kolahalamam khovayela, maari haiyanni shantine hu to gotum chu
maara haiyanna tutela kachomam, maara haiyanna chhumanum rehapanum, maara haiyanna premanum reathumanum
balivapumanum, balivapumanum pratumanum hu to gotum chu
kari nirmal haiyu to marum, haiyammam to maara prabhu nu pratibimba hu to gotum chu
tuteli ashaomam thijelam haiyammam mara, koi ashani humphanum kirana hu to gotum chu
manav manavani vilasita murtimam re prabhu, mukhadu taaru hu to gotum chu
|