તારા મનના મંથનમાંથી રે, અમૃત ભી નીકળશે ને ઝેર ભી નીકળશે
લેતા પારખાં એના રે, પડશે ના બાધા અમૃતમાં, ઝેરના પારખાં લેતા, પારખાં તારાં લેવાઈ જાશે
નીકળશે વિચારોના અણમોલ હીરા રે એવા, ચકિત એમાં તો થઈ જવાશે
નીકળશે એમાં કદી એવા કાચના ટુકડા, વિચારમાં તને ને તને એ નાંખી દેશે
મળશે કદી પ્રેમના વૈભવ એવા એમાં, આનંદમય બનાવી એ તો જાશે
ફૂટશે કદી દુઃખની ધારા એવી એમાંથી, જલદી અટકી ના એ તો અટકશે
મંથન હશે ઊંડા કે છીછરા, મોતી એવા, એમાંથી તો મળતાં રહેશે
વેડફી નાંખતો ના એ અમૃતની ધારા, તારા જીવનનો એ પ્રાણ બની રહેશે
અટકાવતો ના મંથન તારું, સમૃદ્ધિ એમાં એની તું ભેગી કરતો રહેજે
આળસ ચાલશે ના એમાં, ચુકાશે ના વિવેક એમાં, ફાયદા તો એમાં થાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)