લંગારવી છે રે લંગારવી છે રે નાવડી, સંસાર સાગરે,
સુખના કિનારે રે, શાંતિના કિનારે
હાંકે છે સહુ નાવડી સંસાર સાગરે, પહોંચાડવી છે સહુએ રે,
સુખશાંતિના તો કિનારે
પડશે કરવા રે સહન તોફાનો તો સંસારના,
પહોંચાડવા એને સુખશાંતિના તો કિનારે
પડશે હંકારવી ધીરજથી રે એને,
નહીં તો પહોંચી જાશે રે એતો, અશાંતિ ને દુઃખના કિનારે
કદી હાલશે એ તો, કદી ડોલશે રે એ તો,
જોજે છૂટે ના હલેસાં, હાથમાંથી તો તારે
ચાલશે ને ચાલવા દેજે નાવડી સંસાર સાગરે,
તારી ધીરજના તો હલેસાંના આધારે
પડશે કરવા સહન તોફાની વાયરા, કકડતી ઠંડીને,
ધોમ ધખતા તાપ, પહોંચાડવા સુખશાંતિના કિનારે
છૂટવા ના દેજે હલેસા હાથથી, રાખજે પકડ મજબૂત,
પહોંચાડયા એને સુખશાંતિના કિનારે
પહોંચાડવી છે જ્યાં એને ધાર્યા કિનારે,
રહેતો ના જીવનમાં રે તું, કોઈ ખોટા આધારે
છે હોડી તો તારી, પહોંચાડવાની છે તો તારે,
છે પાસે જે તારી એનાને એના આધારે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)