Hymn No. 4757 | Date: 13-Jun-1993
|
|
Text Size |
 |
 |
1993-06-13
1993-06-13
1993-06-13
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=257
જ્યાં બેઠી છે રે, માથે હાથ ફેરવવાવાળી તું રે માડી
જ્યાં બેઠી છે રે, માથે હાથ ફેરવવાવાળી તું રે માડી મને ત્યારે, જગની તો શી ફિકર છે (2) જ્યાં બેઠી છે રે, મારા સર્વે કાર્યોમાં સાથ દેવાવાળી રે માડી જ્યાં સોંપી છે જીવનની બધી ચિંતા તારા ચરણમાં રે માડી જ્યાં મારી દૃષ્ટિમાં તારા સિવાય નથી બીજું કોઈ રે માડી જ્યાં તારા પ્રેમમાં ભૂલી શકું છું મારા સાન ને ભાન રે માડી જ્યાં રહેશે હૈયું તો મારું તમારી પાસેને પાસે રે માડી જ્યાં સંભાળી લો છો મારા હૈયાંના ઉચાટને ઉત્પાત રે માડી જ્યાં મારા હૈયાંમાં તો છે તારો ને તારો પ્રકાશ રે માડી જ્યાં ખોળો તારો મારા કાજે તો, ખુલ્લોને ખુલ્લો છે રે માડી જ્યાં મારા હૈયે તારામાં ને તારામાં અતૂટ વિશ્વાસ ભર્યો છે રે માડી
https://www.youtube.com/watch?v=yZv2CmOg1Xw
Satguru Shri Devendra Ghia (Kaka)
જ્યાં બેઠી છે રે, માથે હાથ ફેરવવાવાળી તું રે માડી મને ત્યારે, જગની તો શી ફિકર છે (2) જ્યાં બેઠી છે રે, મારા સર્વે કાર્યોમાં સાથ દેવાવાળી રે માડી જ્યાં સોંપી છે જીવનની બધી ચિંતા તારા ચરણમાં રે માડી જ્યાં મારી દૃષ્ટિમાં તારા સિવાય નથી બીજું કોઈ રે માડી જ્યાં તારા પ્રેમમાં ભૂલી શકું છું મારા સાન ને ભાન રે માડી જ્યાં રહેશે હૈયું તો મારું તમારી પાસેને પાસે રે માડી જ્યાં સંભાળી લો છો મારા હૈયાંના ઉચાટને ઉત્પાત રે માડી જ્યાં મારા હૈયાંમાં તો છે તારો ને તારો પ્રકાશ રે માડી જ્યાં ખોળો તારો મારા કાજે તો, ખુલ્લોને ખુલ્લો છે રે માડી જ્યાં મારા હૈયે તારામાં ને તારામાં અતૂટ વિશ્વાસ ભર્યો છે રે માડી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jya bethi Chhe re, math haath pheravavavali tu re MADI
mane tyare, jag ni to shi phikar Chhe (2)
jya bethi Chhe re Mara sarve karyomam Satha devavali re MADI
jya sopi Chhe jivanani badhi chinta taara charan maa re MADI
jya Mari drishtimam taara Sivaya nathi biju koi re maadi
jya taara prem maa bhuli shakum chu maara sana ne bhaan re maadi
jya raheshe haiyu to maaru tamaari pasene paase re maadi
jya sambhali lo chho maara haiyanna uchatane utpaat re jadi
jya
toa taaro chakhe maara kaaje to, khullone khullo che re maadi
jya maara haiye taara maa ne taara maa atuta vishvas bharyo che re maadi
|
|