ગોઠવ્યું છે જ્યાં બધું રે જગમાં, તારા ઉપરવાળા નાથે ને નાથે
રહ્યો છે તોય, બધું ચડાવતો ને ચડાવતો, એ આપણા રે ખાતે
રચી છે જાળ એણે, માયાની રે એવી, રહ્યો છે એમાં આપણને ઝડપી લેતો
પડવા ના દે સમજ, આપણને એની ચાલની, રહ્યો છે એવું એ કરતો ને કરતો
જાગી જાશે મારાપણાની જ્યાં ભાવો એમાં, એ રહ્યો છે બાંધતો ને બાંધતો
કર્મની ગૂંથણી ગૂંથી, ઉપરવાળા નાથે, રહ્યો સહુને એમાં તો બાંધતો
કરાવે કર્મો બધા એ તો આપણી પાસે, રહે પોતે તો જોતો ને જોતો
લખાવીએ કર્મના ચોપડા તો આપણે, છે બધા એ તો એની પાસે ને પાસે
મળે ના ચોપડા આપણા તો જોવા, રહ્યો અનુભવ તોયે એના કરાવતો
કરે ના ગોટાળો કદી એ એમાં, રહે ફળ એના આપણને ભોગવવાનો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)