Hymn No. 4781 | Date: 01-Jul-1993
|
|
Text Size |
 |
 |
ગમતું નથી, ગમતું નથી, ગમતું, નથી મને ગમતું નથી
Gamatu Nathi, Gamatu Nathi, Gamatu Nathi, Nathi Mane Gamatu Nathi
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
ગમતું નથી, ગમતું નથી, ગમતું, નથી મને ગમતું નથી પ્રભુ તારા વિના જીવનમાં, મને બીજું કાંઈ ગમતું નથી ચડયું જ્યાં નામ તારું તો હૈયે, બીજું નામ હૈયે મને રુચતું નથી મળે પીવા જ્યાં, તારા નયનોના પ્રેમના પાન, બીજા પ્રેમના પાન પીવા નથી ગાવા છે ગુણગાન તારા રે પ્રભુ, બીજા ગુણગાન તો ગાવા નથી મળે ચરણ જીવનમાં તારાં રે જ્યાં પ્રભુ, બીજા ચરણની જરૂર નથી મળી જાય સાંનિધ્ય તારું જીવનમાં રે પ્રભુ, બીજા સાંનિધ્યની જરૂર નથી નજરમાં વસી ગયો છે તું એવો રે પ્રભુ, બીજું નજરમાં વસવા દેવું નથી લાગે જગ તારા વિના રે સૂનું, જગમાં જ્યાં, બીજી મને કોઈ ચાહ નથી જોઈએ છે તારા દર્શનની રાહ જીવનમાં, બીજી રાહની મને જરૂર નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|