મળી જાય, મળી જાય, મળી જાય જીવનમાં સાચી સ્થિરતાની ચાવી જો મળી જાય
જીવનમાં તો સ્થિર થઈ જવાય, સ્થિર થઈ જવાય, તો સ્થિર થઈ જવાય
કરતાને કરતા રહ્યાં છે, સંજોગો અસ્થિર જીવનને, જીવન અસ્થિર એમાં થાતું જાય
હરેક તોફાનો તો જીવનમાં, જીવનને તો, અસ્થિરને અસ્થિર તો કરતું જાય
અસ્થિરતાને અસ્થિરતા તો જીવનમાં, જીવવાની પાત્રતા તો ઘટાડતા જાય
સદ્ભાવોમાં જ્યાં જીવનમાં તો સ્થિરતા મળી જાય, જીવન ત્યાં તો સુધરી જાય
સદ્દવિચારોમાં જીવનમાં જ્યાં સાચી સ્થિરતા મળી જાય, જીવન ત્યાં બદલાઈ જાય
જીવનમાં સદાચરણમાં જ્યાં સ્થિર થઈ જવાય, જીવનનો બેડો પાર થઈ જાય
પ્રભુ પ્રેમમાં જીવનમાં તો જ્યાં સ્થિર થઈ જવાય, તો આ ભવ સુધરી જાય
કર્મની અલિપ્તતામાં જ્યાં સ્થિરતા મળી જાય, તો આ ભવ તો તરી જવાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)