Hymn No. 4784 | Date: 02-Jul-1993
|
|
Text Size |
 |
 |
એકવાર તો, એકવાર તો જીવનમાં સહુએ, મત્સ્ય વેધ કરવો તો પડશે છે માયાના જળમાં તો પ્રતિબિંબ પ્રભુનું, રહી સ્થિર જીવનમાં, વેધ એનો કરવો પડશે ગમા અણગમના બે પલ્લામાં પગ મૂકી, સ્થિરતા જાળવી, વેધ એનો કરવો પડશે સુખદુઃખ ત્રાજવાના બે પલ્લામાં પગ મૂકી, સ્થિરતા મેળવી વેધ એનો કરવો પડશે દુર્ગુણો ને સદ્ગુણોના બે પલ્લામાં પગ મૂકી, સ્થિરતા મેળવી, વેધ એનો કરવો પડશે વેરને પ્રેમના જીવનના બે પલ્લામાં પગ મૂકી, સ્થિરતા જાળવી, વેધ એનો કરવો પડશે કર્મ ને ભાવના બે પલ્લામાં પગ મૂકી, સ્થિરતા મેળવી, વેધ એનો કરવો પડશે કર્તવ્ય ને વેરાગ્યના બે પલ્લામાં પગ મૂકી, સ્થિરતા મેળવી, વેધ એનો કરવો પડશે પુરુષાર્થ ને ભાગ્યના બે પલ્લામાં પગ મૂકી, સ્થિરતા મેળવી, વેધ એનો કરવો પડશે શંકા ને વિશ્વાસના બે પલ્લામાં પગ મૂકી, સ્થિરતા જાળવી, વેધ એનો કરવો પડશે થાશે વેધ તો જ્યાં, પ્રભુજી મુક્તિની વરમાળાં, ગળામાં પહેરાવ્યા વિના ના રહેશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|