Hymn No. 4802 | Date: 13-Jul-1993
|
|
Text Size |
 |
 |
1993-07-13
1993-07-13
1993-07-13
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=302
શોધતાંને શોધતાં જગમાં સહુ, કાંઈ ને કાંઈ તો શોધતાં રહે છે
શોધતાંને શોધતાં જગમાં સહુ, કાંઈ ને કાંઈ તો શોધતાં રહે છે સરિતા તો સાગરને શોધે છે, આત્મા તો પરમાત્માને શોધે છે જગમાં તો જીવનમાં, સુખની તો શોધ તો ચાલુ ને ચાલુ છે સહુના હૈયાં તો જગમાં, સદાય જીવનમાં તો શાંતિ શોધે છે પથ ભૂલેલા મુસાફરો તો જીવનમાં, સાચી રાહ તો શોધે છે નિરાશામાં ડૂબેલા માનવી, જીવનમાં આશાનું કિરણ તો શોધે છે જીવનમાં તો તૂટી પડેલો માનવી, સાચો સહારો તો શોધે છે બળતું ને જલતું રે હૈયું જીવનમાં, શીતળ પ્રેમની ધારા શોધે છે જીવનમાં થાક્યાપાક્યા રે માનવી, જીવનમાં તો આરામ શોધે છે દિલ તો જે દિલ કાજે ધડકે છે, એ દિલની તો એ દાદ શોધે છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
shodhatanne shodhata jag maa sahu, kai ne kai to shodhata rahe che
sarita to sagarane shodhe chhe, aatma to paramatmane shodhe che
jag maa to jivanamam, sukhani to shodha to chalu ne chalu che
sahuna haiyamant to jagamod tohe path
shaya shaya tohe chaya jiv charo tohe musa tohe bam, sad jiv jiv jivanamam, sachi raah to shodhe che
nirashamam dubela manavi, jivanamam ashanum kirana to shodhe che
jivanamam to tuti padelo manavi, saacho saharo to shodhe che
balatum ne jalatum re haiyu jivanamamam, shapitala premani dhara to shanakaman rehe
chamya chapitala to shanakaman chhejamya
dila to je dila kaaje dhadake chhe, e dilani to e dada shodhe che
|
|