Hymn No. 4804 | Date: 14-Jul-1993
|
|
Text Size |
 |
 |
તું દેતી જા, તું દેતી જા, જીવનમાં રે માડી, મનવાંછિત અમને તું દેતી જા
Tu Deti Ja, Tu Deti Ja, Jeevanama Re Maadi, Manvanchhi Amane Tu Deti Ja
મા, ભગવાન (Almighty Mother, God)
તું દેતી જા, તું દેતી જા, જીવનમાં રે માડી, મનવાંછિત અમને તું દેતી જા છીએ અમે જે કાંઈ રે જગમાં, છીએ અમે એ તો, નથી કાંઈ તારા આધાર વિના રહેશું અમે જીવનમાં અધૂરાને અધૂરા, માડી અમે તો તારી કૃપા વિના કરતી ના નિરાશ અમને તું જીવનમાં, ટકી ના શકશું અમે તારી આશા વિના કહીએ જગમાં બીજા કોને રે માડી, કહીએ જગમાં બીજા કોને અમે તારા વિના ધરવું છે રે સુખદુઃખ તારા ચરણમાં, ધરવું કોના ચરણમાં તારા વિના ધરવું હોય જો ધ્યાન જીવનમાં, ધરવું જીવનમાં બીજા કોનું રે તારા વિના બચાવી કોણ શકશે અમને રે જીવનમાં, જીવનમાં તો અમને તારા વિના મળશે જગમાં ભલે બીજું બધું, કરશું શું એને રે અમે તો તારા વિના મળશે સુખ સાચું જીવનમાં રે અમને, મળશે ના અમને તારી સાચી દૃષ્ટિ વિના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|