ઊલટીને ઊલટી રાહ અપનાવીને જીવનમાં, જીવનને ઊલટે પાટે શાને તેં ચડાવી દીધું
મનને જીવનમાં નાથવાને બદલે, આધિપત્ય એનું શાને તેં તો સ્વીકારી લીધું
છે મુસાફરી લાંબી તો જીવનની, અન્યની સાથે, શાને ને શાને તેં બાંધી લીધું
પુરુષાર્થના બણગાં જીવનમાં તો ફૂંકી, આળસને જીવનમાં તેં શાને અપનાવી લીધું
વિશ્વાસમાં વધવું છે આગળ તો જીવનમાં જ્યારે, શંકાના સૂરોને બુલંદ કેમ કરી દીધું
અભિમાનમાં જીવનમાં તો રાચી રાચીને, નમ્રતાને જીવનમાંથી કેમ હડસેલી દીધું
સદ્ગુણોની ઉપેક્ષા કરીને જીવનમાં, દુર્ગુણોને સ્થાન જીવનમાં તો કેમ દઈ દીધું
પથ ભૂલેલા પથિકને રાહ બતાવવાને બદલે, ઊંધે રસ્તે કેમ તેં ચડાવી દીધું
ભર્યો છે ઉમંગ તો મુક્તિ કાજે, સ્વીકારીને બંધનોને જીવનમાં, કેમ એને ઠંડો કરી દીધો
બદલાવીશ ના રાહ જો તું તારી તો જીવનમાં, જીવન ઊલટાને ઊલટા પાટે રહેશે ચાલતું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)