Hymn No. 4808 | Date: 16-Jul-1993
|
|
Text Size |
 |
 |
1993-07-16
1993-07-16
1993-07-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=308
થાતાં સીધું જીવનમાં, જીવન તો સારું લાગે, થાતાં ઊલટું જીવન તો આકરું લાગે
થાતાં સીધું જીવનમાં, જીવન તો સારું લાગે, થાતાં ઊલટું જીવન તો આકરું લાગે જીવન તો છે તારું, જીવવાનું છે તારે, જોજે જીવનમાં વાત ના આ ભૂલી જવાય મુસાફરી જીવનની છે સહુની જુદી, લાંબીને ટૂંકી જગમાં, ફરક આમાં તો ના પડે અનુભવો જીવનમાં તો જીવનના, સહુને તો જુદા ને જુદા જીવનમાં તો આવે કર્મ ને વૃત્તિઓ તો છે સહુની જુદી ને જુદી, સહુ જુદી જુદી રીતે જીવન જીવતાં જાયે ધ્યેય હોય ભલે સહુને એક તો જીવનનું, જુદી જુદી રીતે પામવા એને મથતા જાયે મનની ગહરાઈઓમાં મન તો ભલે, ના મન તો જગમાં કોઈના હાથમાં જલદી આવે વીતતુ ને વીતતુ જાય છે રે જીવન, અનિશ્ચિતતાના ઝોલા સહુ ખાતાં જાયે સાચી ખોટી રાહ લીધી સહુએ રે જીવનમાં, સહુ જીવનમાં એ રાહે ચાલતાં ને ચાલતાં જાયે દુઃખ દર્દ તો છે ઉત્પત્તિ તો ખુદની, સહુ એમાં ને એમાં, ડૂબતા ને ડૂબતા જાયે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
thata sidhum jivanamam, jivan to sarum lage, thata ulatum jivan to akarum laage
jivan to che tarum, jivavanum che tare, joje jivanamam vaat na a bhuli javaya
musaphari jivanani che sahuni judi, lambine tunki paade anubana toav,
pharivaka , sahune to juda ne juda jivanamam to aave
karma ne vrittio to che sahuni judi ne judi, sahu judi judi rite jivan jivatam jaaye
dhyeya hoy bhale sahune ek to jivananum, judi judi rite paamva ene mathata jaaye
manani gaharaiom, mann tohalam jag maa koina haath maa jaladi aave
vitatu ne vitatu jaay che re jivana, anishchitatana jola sahu khatam jaaye
sachi khoti raah lidhi sahue re jivanamam, sahu jivanamam e rahe chalatam ne chalatam jaaye
dukh dard to che utpatti to khudani, sahu ema ne emam, dubata ne dubata jaaye
|