રોજ પડે સહુએ ઊઠવાનું, નહાવાનું, ધોવાનું, ખાવાનું, પીવાનું ને સુવાનું
રોજ પડે સહુએ આને આ તો કરવાનું, પડે આ તો કરવાનું
કરે લાખ કોશિશો આમાંથી તો છૂટવાની, નથી આમાંથી તો છુટાવાનું
રોજે રોજ તો શ્વાસ લેવા પડે, રોજ હરવાનું, ફરવાનું ને મળવાનું
રોજે રોજ પડે આ તો કરવું, તોયે રોજે રોજ કરે વિચાર, હવે શું કરવાનું
કરવું પડશે સહુએ આ તો પોતે, ના કોઈ બીજું બીજા કાજે કરી શકવાનું
ક્રમમાં આ ના બદલી થવાનું, બદલી આમાં ના ઝાઝી ચાલી શકવાનું
દુઃખ દર્દ જાગે જો આમાંથી, ના આમાં તો કોઈ સહાય કરી શકવાનું
સાચાને ખોટા વિચારોથી, જીવન તો રહે ચાલતું, ચાલતું એ તો રહેવાનું
કર્યા હશે કર્મો જેવા કે કરશું, કર્મો જેવા, જીવનમાં એવું તો પામવાનું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)