Hymn No. 4815 | Date: 18-Jul-1993
|
|
Text Size |
 |
 |
1993-07-18
1993-07-18
1993-07-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=315
કોઈ વાત તારી જીવનમાં મેં તો માની નથી
કોઈ વાત તારી જીવનમાં મેં તો માની નથી, રે પ્રભુ, મારા માટે પ્રીત તને કેમ જાગી નાચતોને નાચતો રહ્યો જીવનમાં નાચ, રહ્યું મન મને તો જેમને જેમ નચાવી - રે... ખાતોને ખાતો રહ્યો માર જીવનમાં, કદી થાકી, સાચી સમજ જીવનમાં ના તોયે આવી - રે... સુંદર માનવતન દીધું તેં મને તો આપી, કદર ના મને તોયે એની રે જાગી - રે... પાપનો ભંડાર છું, કરતોને કરતો રહ્યો પાપો જીવનમાં, જોયું ના એમાં પાછું વળી - રે... સદ્વિચારો ના ટક્યા જીવનમાં, રહ્યો સદ્ગુણોમાં રે હું તો જીવનમાં ખાલી ને ખાલી - રે... નામ લીધું ના તારું રે જગમાં, કરી જીવનભર જીવનમાં તો ખોટી દોડાદોડી - રે... કહી ના શકું કોઈ એવા વિશ્વાસે રે પ્રભુ, લેજે જગમાં હાથ મારો તો ઝાલી - રે... મારા જનમના ફેરા ને જગના કામમાં, ગયો તને વીસરી, તારી જવાબદારીમાં ગયો ના મને તું ભૂલી - રે... જાણું ના કાંઈ જગમાં બીજું કાંઈ રે પ્રભુ, દેજે જીવનમાં સાથ તો મને આપી - રે...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
koi vaat taari jivanamam me to maani nathi,
re prabhu, maara maate preet taane kem jaagi
nachatone nachato rahyo jivanamam nacha,
rahyu mann mane to jemane jem nachavi - re ...
khatone khato rahyo maara jivanamam, kadi to jivan,
sam samye aavi - re ...
sundar manavatana didhu te mane to api,
kadara na mane toye eni re jaagi - re ...
paap no bhandar chhum, karatone karto rahyo paapo jivanamam,
joyu na ema pachhum vaali - re ...
sadvicharo na takya jivanamam ,
rahyo sadgunomam re hu to jivanamam khali ne khali - re ...
naam lidhu na taaru re jagamam,
kari jivanabhara jivanamam to khoti dodadodi - re ...
kahi na shakum koi eva vishvase re prabhu,
leje jag maa haath maaro to jali - re ...
maara janamana phera ne jag na kamamam, gayo taane visari,
taari javabadarimam gayo na mane tu bhuli - re ...
janu na kai jag maa biju kai re prabhu,
deje jivanamam saath to mane aapi - re ...
|