ખોટા ખયાલો ને ખોટા વિચારોની દુનિયાને, પડશે એક દિવસ તો તોડવી
રાચી રાચી જીવનભર તો એમાં રે જીવનમાં, શકશું ના, જીવનમાં એમાં કાંઈ મેળવી
નિભાવવી છે સાચી જવાબદારી રે જીવનમાં, કરવી નથી છટકવાની એમાંથી પેરવી
ખોટા ખયાલો ને ખોટા વિચારો ને ખોટા કૃત્યો, રહ્યાં છે જીવનમાં મને તો સતાવી
માયામાં રાચી રાચી જીવનભર રહી જીવનમાં, જીવનભર મને તો દોડાવી
ખોઈ બેઠો છું સુખચેન એમાં રે જીવનમાં, ગયો છું મારું સુખચેન એમાં ભુલાવી
પડશે કરવી દૂર આ દુનિયાને જીવનમાંથી, હકીકતની દુનિયાને પડશે જીવનમાં સ્વીકારવી
કરવા દૂર એને પડશે, સાચી હિંમતને સાચા વિચારોની, ધારાને જીવનમાં જગાવી
ખોટા ખયાલોને વિચારો દે જીવનને દબાવી, પડશે જીવનમાં એને પહેલાં દબાવી
કરતા રહેવા પડશે યત્નો જીવનમાં, પડશે જીવનમાં તો પ્રભુને હૈયાંમાં પ્રેમથી સમાવી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)