Hymn No. 4819 | Date: 20-Jul-1993
|
|
Text Size |
 |
 |
ઉમેરામાં ઉમેરો એવો ના કરતી રે માડી, છે બસ પ્રાર્થના મારી તો આટલી દુઃખ દર્દની તો પૂંજી મારી પાસે ઝાઝી, કરતી ના ઉમેરો એમાં રે માડી સંજોગોએ દીધો મૂંઝવી મને રે ભારી, કરી ઉમેરો એમાં દેતી ના મને ગૂંચવી છૂટયો નથી અહંના ભારથી હું તો માડી, કરી ઉમેરો દેતી ના જીવનમાં મને પાડી સુખચેન નથી બચ્યું જીવનમાં રે માડી, કરી દેતી ના બિલકુલ મને એમાં ખાલી ભર્યો છે હૈયે તો અંધકાર તો ભારી, કરી ઉમેરો રે એમાં દેતી ના એને વધારી અવિશ્વાસની માત્રા હૈયે જાય છે વધતી, કરી ઉમેરો દેતી ના મારા જીવનને હલાવી અશાંતિ હૈયે રહે છે જાગતીને જાગતી, કરી ઉમેરો રે એમાં, દેતી ના એને વધારી ચિંતાઓને ચિંતાઓમાં વીતતુ રહ્યું છે રે જીવન, ચિંતાઓ બીજી દેતી ના એમાં લાદી લોભ લાલચ હટયા નથી રે હૈયેથી, કરી ઉમેરો રે એમાં, દેતી ના એને વધારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|